Sunday 8 June 2014

શાળા - કોલેજના વિદ્યાર્થીઓ જાતે જ પોતાની માર્કશીટ-એલસીની નકલ પ્રમાણિત કરી શકશે 
Harisinh Jadeja| 
વડોદરા
શાળા - કોલેજના વિદ્યાર્થીઓને અન્ય શાળા કે સંસ્થામાં ઉપલા વર્ગમાં પ્રવેશ મેળવવા ફોર્મ ભરતી વેળાં તેમના પ્રમાણપત્રો પ્રમાણિત કરવાને મુદ્દે હાલાકી વેઠવી પડતી હોઈ તેના નિરાકરણ અર્થે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડી તે માટે ખાસ જોગવાઈ કરી છે. પરિપત્ર અનુસાર વિદ્યાર્થી હવે પોતાની જાતે જ પ્રમાણપત્રોની નલક પ્રમાણિત કરી રજૂ કરી શકશે.

સર્ટિફિકેટ્સની ઝેરાક્ષ પર સહી સિક્કા કરાવવા અધિકારીઓની ઓફિસોની બહાર લાગતી લાઈનો હવે ભૂતકાળ બની જશે
હાલ મે - જૂન મહિનો એટલે શાળા - કોલેજો માટે પરિણામ અને ઉપલા વર્ગોમાં પ્રવેશ આપવાની મોસમ. એક બાજુ ધોરણ ૧૨ સાયન્સ, કોમર્સ અને ધોરણ ૧૦ના પરિણામો જાહેર થયા છે ત્યારે બીજી બાજુ પરિણામ જાહેર થવાની સાથે જ વાલી અને વિદ્યાર્થીઓએ સારા પરિણામનો આનંદ મનાવવાને બદલે સારી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવાની દોડધામ આરંભી છે. તેવા સંજોગોમાં વાલી અને વિદ્યાર્થીઓ માટે પ્રમાણપત્રોને પ્રમાણિત કરવાની નાની પરંતુ મૂશ્કેલી જનક સમસ્યા આવીને ઊભી રહે છે. વળી એકથી વધુ પ્રમાણપત્રની એક કરતાં વધુ નકલ પ્રમાણિત કરવાની હોય છે. જેથી વિદ્યાર્થી દ્વિધામાં મૂકાય છે. અને પ્રમાણપત્રોની નકલો પ્રમાણિત કરવા તેને શાળાના આચાર્ય પાસે એકથી વધુ વાર ધક્કા ખાવા પડતા હોય છે. વળી શાળાના આચાર્ય પાસે પણ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ એક કરતાં વધુ પ્રમાણપત્રોની નકલો પ્રમાણિત કરવા ધસારો કરતાં હોય છે. આચાર્ય માટે પણ એક જ સમયે મોટી સંખ્યામાં નકલો પ્રમાણિત કરવાનું કામ ખૂબ કપરું બની જાય છે. પરિણામે આ કામગીરીમાં વિલંબ થતાં વિદ્યાર્થીને પણ અગવડ વેઠવાનો વારો આવે છે.

આ વહીવટી સમસ્યાના નિરાકરણ રૂપે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડયો છે. પરિપત્ર અનુસાર શાળા - કોલેજમાં પ્રવેશ મેળવતી વેળા સંસ્થામાં રજૂ કરવાના પ્રમાણપત્રોની નકલો વિદ્યાર્થી જાતે પ્રમાણિત કરી શકશે. આ માટે તેને શાળા કે અન્ય ગેઝેટેડ અધિકારી પર અવલંબિત રહેવું પડે નહી.

No comments:

Post a Comment